કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે દિલ્હીથી સિમલા જતાં માર્ગમાં અધવચ્ચે હરિયાણાનાં સોનેપતમાં રોકાઈ ગયા હતા. ખેતરોમાં કામ કરતા લોકો પાસે પહોંચી ગયા હતા.ટ્રેકટર, ચલાવ્યુ હતું અને ધાનનું વાવેતર પણ કર્યું હતું. પાક પાણીની સ્થિતિથી વાકેફ થયા હતા.
રાહુલ આવ્યાની વાત ફેલાતા આસપાસનાં ગામડાઓમાંથી કિસાનો ઉમટયા હતા તેઓ સાથે કોંગ્રેસ નેતાએ વાતચીત કરી હતી.કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઈન્દુરાજ નરવાલે ક્હયું કે રાહુલ ગાંધી વાસ્તવમાં દિલ્હીથી સિમલા જઈ રહ્યા હતા.કુંડલી બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે અચાનક ખેતરોમાં કામ કરતાં કિસાનો પર નજર પડતાં કાફલાને રોકી દીધો હતો અને મદીનાં ગામમાં પહોંચી ગયા હતા અને ખેતરો પર નજર કરી હતી. ખેતરોમાં કામ કરતાં કિસાનોને મળવા ગયા હતા. ધાનનુ વાવેતર કર્યુ હતું અને ગામ લોકો, સાથે વાતચીત કરી હતી.