મુંબઈ તા.8 : સંવાદોને લઈને વિવાદમાં આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’ની દિવસે ને દિવસે ઘટવા લાગતા અને દર્શકો તેનાથી વિમુખ થવા લાગતા ફિલ્મના સંવાદ લેખક મનોજ મુંતશીર હવે બેકફુટ પર આવી ગયા છે. તેણે બે હાથ જોડીને માફી માંગતા કહ્યું હતું કે ફિલ્મથી જનભાવનાઓને ઠેસ પહોંચી છે,
હું હાથ જોડીને કોઈ શરત વિના માફી માગું છું. મનોજ મુંતશીરે ટવીટર પર લખ્યું હતું કે હું સ્વીકાર કરું છું કે ફિલ્મ ‘આદિપુરુષ’થી જનભાવનાને ઠેસ પહોંચી છે. હું મારા બધા ભાઈઓ-બહેનો, સાધુ-સંતો, રામભકતોની ક્ષમા માગું છું. ભગવાન બજરંગબલી આપણા બધા પર કૃપા કરે આપણને એક અને અતૂટ રહીને પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ દે.