પીએમ મોદીએ દિલ્હીના હિતમાં યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે રાત્રે ફ્રાન્સથી એલજી વીકે સક્સેનાને ફોન કરીને દિલ્હીમાં પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારને તમામ શક્ય સહાયતા માટે યોગ્ય પગલાં ભરવાની સૂચના પણ આપી હતી.
સક્સેનાએ મોડી રાત્રે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. એલજીએ ટ્વીટ કરીને લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફ્રાંસને ટેલિફોન કરીને દિલ્હીમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ અને તેની સાથે નિપટવા માટે થઈ રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી.