Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સાંઢીયાવાડમાં આંગણવાડીનું નિર્માણ અટકાવવા કોર્ટનું શરણું

સ્થાનિકોનો વિરોધ તેમજ કોંગ્રેસનું રાજકીય દબાણ છતાં આંગણવાડી નિર્માણ માટે કોર્પોરેશને મક્કમતા દેખાડતા હવે કાનુની જંગ

aaspassdaily by aaspassdaily
2023-07-14 14:43:08
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧૪
ભાવનગરના સાંઢીયાવાડમાં ઇન્ડિયા હાઉસની બાજુમાં કોર્પોરેશનની માલિકીનો ૨૫૦ ચો.મી.નો કિંમતી પ્લોટ આવેલો છે જે સસ્તી કિંમતે પડાવી લેવા અગાઉ વિવાદ થયો હતો. બાદમાં કોર્પોરેશને આ જમીન નહીં વેચવાનો નિર્ણય કરી આ સ્થળે આંગણવાડીનું નિર્માણ કરવા નક્કી કર્યું હતું અને છેલ્લા ત્રણેક દિવસથી તે સંદર્ભે કામગીરી હાથ ધરાઇ છે. આ સાથે જ સ્થાનિક લોકો વિરોધમાં ઉતરી પડ્યા હતાં. બે દિવસ પૂર્વે વિપક્ષ કોંગ્રેસે પણ આ મુદ્દો હાથમાં લઇ આગેવાની લીધી હતી. પરંતુ કોર્પોરેશને આંગણવાડીના નિર્માણ માટે મક્કમતા દેખાડી હતી અને સ્થાનિકોના વિરોધના પગલે આજે હથિયારધારી પોલીસના બંદોબસ્ત સાથે સ્થળ પર કામગીરી આગળ વધારાઇ હતી તેવામાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અરજદાર જુબેરભાઇ અબુબકરભાઇ હમીદાણીએ ૨૦૨૨ના દિવાની કેસમાં મનાઇ હુકમની અરજી કરતા આવતીકાલે તેનું હિયરીંગ છે. આથી મહાપાલિકાના લીગલ ઓફીસરની સુચનાના પગલે આજે કોર્પોરેશનની ટીમ કામગીરી પડતી મુકીને પરત ફરી હતી.

આંગણવાડીના બદલે કોમ્યુનિટી હોલ અથવા ગાર્ડન બનાવવા માંગ
છેલ્લા દોઢ બે વર્ષથી કોર્પોરેશનની માલિકીના પ્લોટને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં લગત જમીન ઓછી કિંમતે મેળવી લેવા અગાઉ નાકામ પ્રયાસ થયો હતો. પરંતુ વિવાદ ઉઠતા આખરે તત્કાલીન શાસકો અને અધિકારીઓના હાથ હેઠા પડ્યા હતાં અને આ જમીનના વેચાણ પર રોક લગાવી તે સ્થળે નાના બાળકો માટે આંગણવાડીનું નિર્માણ કરવા નક્કી થયું હતું જેથી આ વિસ્તારના રહિશોના બાળકોને નજીકમાં આંગણવાડી મળી રહે. આંગણવાડી નિર્માણ માટે તત્કાલીન ધારાસભ્ય વિભાવરીબેન દવેએ રૂ.૭ લાખની ગ્રાન્ટ પણ ફાળવી હતી. પરંતુ જેવું આંગણવાડીનું નિર્માણ હાથ ધરાતા હવે આ સ્થળે ગાર્ડન અથવા કોમ્યુનિટી હોલની માંગ ઉઠાવી આયોજનપૂર્વક વિરોધ થતો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

પ્લોટ વેચી દો તો વાંધો નહીં, આંગણવાડી બને તો ચાલ અને નેવાના પાણીનો હક્ક જોખમાય ?!
કોર્પોરેશનની માલિકીનો પ્લોટ વેચાણથી નહીં આપી તેમાં આંગણવાડી નિર્માણનો નિર્ણય જે-તે વખતે કરાયો હતો. બીજી બાજુ સ્થાનિક એક રહિશે વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દિવાની કેસ દાખલ કરી કોર્પોરેશનના પ્લોટમાં પોતાની ચાલ અને નેવાના પાણીનો હક્ક રહેલો છે જે જાખમાતું હોવાનો દાવો દાખલ કર્યો હતો. સામાપક્ષે કોર્પોરેશને ૬ જુન ૨૦૨૨માં એફિડેવીટ કરી વળતો જવાબ આપ્યો હતો. દરમિયાનમાં આ કેસ હાલ કોર્ટમાં છે ત્યારે આજે અરજદાર જુબેરભાઇ અબુબકરભાઇ હમીદાણીએ મનાઇ હુકમ માંગતી અરજી કરી છે. આમ પ્લોટ લગત મિલ્કત ધારકને વેચી દે તેમાં કોઇ વિરોધ નથી થયો પરંતુ હવે સરકારી આંગણવાડીનું નિર્માણ હાથ ધરાતા જ સબંધિતોના હિત જાખમાતા હોવાનું સામે આવ્યું છે તેમ લોકોમાં ભારે ચર્ચાઓ ઉઠી છે.

Previous Post

શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં કલાકોમાં જ દસ ગણો વધારો નોંધાયો, સપાટી 29.08 ફૂટને પાર

Next Post

પાલિતાણાના થોરાળી ગામની સીમમાંથી રૂ.૨.૨૪ લાખનો દારૂ-બિયર ભરેલી બોલેરો પીકઅપ ઝડપાયું

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
પાલિતાણાના થોરાળી ગામની સીમમાંથી રૂ.૨.૨૪ લાખનો દારૂ-બિયર ભરેલી બોલેરો પીકઅપ ઝડપાયું

પાલિતાણાના થોરાળી ગામની સીમમાંથી રૂ.૨.૨૪ લાખનો દારૂ-બિયર ભરેલી બોલેરો પીકઅપ ઝડપાયું

આખરે પૂરી થઈ રિંકુ સિંહની ઈચ્છા, આ ટીમમાં મળ્યું સ્થાન; લાગી લોટરી

આખરે પૂરી થઈ રિંકુ સિંહની ઈચ્છા, આ ટીમમાં મળ્યું સ્થાન; લાગી લોટરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.