દ્વારકા મંદિર બાદ ડાકોર મંદિરમાં પણ હવે ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો હવે સ્ત્રી અને પુરુષોએ ટૂંકા વસ્ત્ર પહેર્યા હશે તો તેમને રણછોડરાયના દર્શન કરવા નહીં મળે.
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં દરરોજ હજારો ભકતો રણછોડરાયના દર્શનાર્થે આવતા હોય છે. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ જગતમંદિર દ્વારકા બાદ હવે ડાકોરમાં પણ ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બહાર નોટિસ લગાવી આ અંગે જાણ કરાઇ છે.


