ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે. તે પુરૂષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં ભાવિકો ખાસ કરીને બહેનો પુરૂષોત્તમ ભગવાનની અને કાઠા ગોરની પુજા અર્ચના સાથે ભક્તિમાં લીન બની આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરે છે. શાસ્ત્રોક્ત અનુસાર પુરૂષોત્તમ માસમાં લોકો જે કંઈ ભક્તિ-ધમૅ કમૅ કરે તેનું સહસ્ત્રગણુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે અન્વયે આ પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ નારાયણનું જ સ્વરૂપ ભગવાન પુરૂષોત્તમની વિશેષ સેવા પૂજા સૌરાષ્ટ્ર-કાઠીયાવાડમાં મહિલાઓ કરે છે,
આ વખતે પુરૂષોત્તમ માસ શ્રાવણ માસમાં આવતા ભકતોમા અનેરો ઉત્સાહ છવાયો છે. આથી મંદિરો સોસાયટીઓ, શેરીઓમાં કે કોઈ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોનાં પટાંગણમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી યથાશક્તિ પૂજા-અચૅના સાથે સર્વે સુખની કામનાઓ કરવામા આવે છે.
સામન્યત રીતે નદી,સરોવર, સમુદ્ર કે પવિત્ર જળાશયના તટ પર પવિત્ર રેતી કે માટીની પાંચ ઢગલીઓ કરી કાઠા ગોરની સ્થાપના કરી તેના પર ગંગાજળ, પંચામૃત જેવા પંચગવ્યોનો અભિષેક કરી અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, જેવા દ્રવ્યો અપૅણ કરી “આંબુડુ જામ્બુડુ કેરીને કોઠીમડુ” જેવાં તળપદા સ્ત્રૌત્ર બોલી મહિલાઓ સુરભીક્ષની કામનાઓ કરે છે પરંતુ હવે સમય મુજબ શહેરની ભાગ દૌડ ભરી લાઈફમાં જળાશય તટે જવું શકય ન હોય આથી, મંદિરો, સોસાયટીઓમાં, શેરીઓમાં મહિલાઓ કોઈ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોનાં પટાંગણમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી યથાશક્તિ પૂજા-અચૅનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દરરોજ મહોલ્લાની બહેનો દ્વારા પુરૂષોત્તમ ભગવાન અને કાઠા ગોરની પુજા કરવા સાથે એક બીજાના હાથમાં હાથ પરોવી આંબુડુ જાંબુડુ, કેરીને કોઠીમડુ…તળપદી ગીત ગાઇને વ્રતની ઉજવણી કરશે. આધિક માસ પુર્ણ થતાજ શ્રાવણ માસ શરૂ થતો હોય સતત બે માસ સુધી ભક્તિમાં લીન રહેશે.