એનઆઈએ દ્વારા વોન્ટેડ બે શંકાસ્પદ આતંકવાદીઓને પુણે પોલીસે પકડયા હતા, જયારે એક શંકાસ્પદ આતંકી ભાગી છુટયો હતો. બન્ને શંકાસ્પદ આતંકીઓ પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.
પુણેમાં કોથરૂડ વિસ્તારમાં પોલીસની એક ટુકડીએ ત્રણ શંકાસ્પદોને મોટર સાઈકલની ચોરી કરતા પકડયા હતા. તેમાં બે પકડાયા હતા અને એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા બે શંકાસ્પદ આતંકીની ઓળખ ઈમરાનખાન અને મોહમ્મદ યુનુસ તરીકે થઈ છે. આ બન્ને એનઆઈએ દ્વારા વોન્ટેડ હતા. પોલીસે જણાવ્યું હતું કે તલાશી દરમિયાન તેમના ઘરમાંથી એક જિવતો કારતૂસ, ચાર મોબાઈલ ફોન અને એક લેપટોપ જપ્ત કર્યું હતું. પોલીસ શંકાસ્પદોની આતંકી ગતિવિધિ માટે તપાસ કરી રહી છે.





