ભાવનગર જિલ્લાના સિહોરમાં આજે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.આંગડિયા લૂંટની સમગ્ર ઘટના ડી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે.
ભાવનગર જિલ્લામાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોરમાં આવેલ ઢસાની આર.મહેન્દ્રકુમાર એન્ડ કુ.ના બે કર્મચારીઓ આજે સવારે ઢસાથી સિહોર આવી ઓફીસ તરફ જઈ રહ્યા હતા ત્યારે એસ.ટી.બસ સ્ટેન્ડના ઢાળ પાસે ચારથી વધુ લૂંટારાઓએ કાર અટકાવી કાર સહિત આંગડિયાકર્મીને ઉઠાવી જઈ કાર સાથે ફરાર થઇ ગયા હતા.
આંગડિયા કર્મચારી પાસે લાખો રૂપિયાની કિંમતના હીરા હોવાનું જાણવા મળેલ છે. આંગડિયા લૂંટની આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે.
આ બનાવની જાણ થતાં સિહોર પોલીસ ઉપરાંત એલ.સી.બી. , એસ.ઓ.જી.સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સી.સી.ટી.વી.ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ બાદ જ લૂંટનો સાચો આંકડો બહાર આવશે