Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ચોમાસાની અડધી સીઝનમાં જ સૌરાષ્ટ્રમાં 100 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં 103 તથા કચ્છમાં 130 ટકા વરસાદ વરસી ગયો; હજૂ ચોમાસાના બે મહિના બાકી

aaspassdaily by aaspassdaily
2023-07-24 12:46:31
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે મેઘરાજા ભરપુર વરસી રહ્યા છે અને જુનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, ગીર સોમનાથ જેવા ભાગોમાં વ્યાપક તારાજી સર્જી છે. ત્યારે અર્ધા ચોમાસામાં જ 100 ટકા વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 102.96 ટકા તથા કચ્છમાં 129.98 ટકા વરસાદ વરસી ગયો હોવાનું હવામાન વિભાગનાં સતાવાર રીપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં 15 પૈકીનાં 6 જીલ્લામાં પણ 100 ટકા કે તેથી વધુ વરસાચોમાસાની અડધી સીઝનમાં જ સૌરાષ્ટ્રમાં 100 ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં 103 તથા કચ્છમાં 130 ટકા વરસાદ વરસી ગયો; હજૂ ચોમાસાના બે મહિના બાકી

અમદાવાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે મેઘરાજા ભરપુર વરસી રહ્યા છે અને જુનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, ગીર સોમનાથ જેવા ભાગોમાં વ્યાપક તારાજી સર્જી છે. ત્યારે અર્ધા ચોમાસામાં જ 100 ટકા વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 102.96 ટકા તથા કચ્છમાં 129.98 ટકા વરસાદ વરસી ગયો હોવાનું હવામાન વિભાગનાં સતાવાર રીપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં 15 પૈકીનાં 6 જીલ્લામાં પણ 100 ટકા કે તેથી વધુ વરસાદ થઈ ગયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 194 તાલુકામાં હળવો ભારે વરસાદ થયો હતો, આ સાથે રાજયમાં સીઝનનો 70 ટકા વરસાદ થઈ ગયો છે. ગુજરાતમાં આ વખતે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વધુ રહ્યું હતુ.બન્ને ઝોનમાં 100 ટકાથી વધુ પાણી વરસી ગયુ છે.કચ્છ ઝોનમાં સૌથી વધુ 130 ટકા તથા સૌરાષ્ટ્રનાં 103 ટકા વરસાદ થઈ ગયો છે.
કચ્છ ઝોનમાં સામાન્ય રીતે આખા ચોમાસામાં 464 મીમી પાણી વરસતુ હોય છે. તેની સરખામણીમાં આ વખતે અત્યાર સુધીમાં 603 મીમી પાણી વરસી ગયુ છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સીઝનનો 102.96 ટકા વરસાદ થઈ ગયો છે.સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 722 મીમી વરસાદ થતો હોય છે. તેની સામે હાલ 744 મીમી વરસાદ થઈ ગયો છે.મહત્વની વાત એ છે કે હજુ અધુ ચોમાસું પણ પુરૂ થયુ નથી ત્યાં જ સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં જીલ્લાવાર વરસાદ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ 144.38 ટકા વરસાદ જુનાગઢમાં પડયો છે. 968 મીમીની સરેરાશ સામે 1398 મીમી વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જીલ્લામાં 968 મીમી સામે 1193 મીમી પાણી વરસ્યુ છે. જે 121.73 ટકા થવા જાય છે. બોટાદમાં 722 મીમીની એવરેજ સામે 743 મીમી વરસાદ નોંધાયો છે. જે 90.96 ટકા છે. રાજકોટ જીલ્લામાં 703 ની એવરેજ સામે 766 મીમી વરસાદ નોંધાયો હતો જે 108.95 ટકા છે. જામનગર જીલ્લામાં 708 મીમીની સરેરાશ સામે 749 ટકા વરસાદ થતાં 105.74 ટકા થયો છે. દેવભુમિ દ્વારકામાં 745 ની એવરેજ સામે 715 મીમી વરસાદ થયો હતો જે 107.28 ટકા થવા જાય છે.

Previous Post

થોરબંગની શાળામાં કેટલાક લોકોએ આગ લગાવી: 36 કલાકથી ગોળીબાર ચાલુ

Next Post

મણીપુરની હિંસાથી અમેરિકા ચિંતીત: આંતરિક મામલામાં દખલગીરી, વિદેશ મંત્રાલય ચોંકયું બાઈડન તંત્રએ ભારતને ‘શાંતિપૂર્ણ’ સમાધાનની સલાહ આપી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
મણીપુરની હિંસાથી અમેરિકા ચિંતીત: આંતરિક મામલામાં દખલગીરી,  વિદેશ મંત્રાલય ચોંકયું  બાઈડન તંત્રએ ભારતને ‘શાંતિપૂર્ણ’ સમાધાનની સલાહ આપી

મણીપુરની હિંસાથી અમેરિકા ચિંતીત: આંતરિક મામલામાં દખલગીરી, વિદેશ મંત્રાલય ચોંકયું બાઈડન તંત્રએ ભારતને ‘શાંતિપૂર્ણ’ સમાધાનની સલાહ આપી

ભારતીય મૂળના સાંસદ દ્વારા અમેરિકી સંસદમાં એચ-વન-બી વિઝા કોટા ડબલ કરવા બિલ રજૂ

ભારતીય મૂળના સાંસદ દ્વારા અમેરિકી સંસદમાં એચ-વન-બી વિઝા કોટા ડબલ કરવા બિલ રજૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.