સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે ફૂદડી (*) વાળી 500 રૂપિયાની નોટ છે તો તે નકલી છે. પરંતુ હકીકતમાં આ દાવો ખોટો સાબિત થયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બર 2016 થી 500 રૂપિયાની નવી બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) રજૂ કર્યું હતું. તેથી જો તમારી પાસે સ્ટાર સિમ્બોલવાળી નોટ હોય તો ગભરાશો નહીં. કારણ કે તે નકલી નથી.