રાજકોટમાંથી ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ છેલ્લા 1 વર્ષથી સામાન્ય નાગરિકની જેમ રાજકોટમાં સોની બજારમાં મજૂરી કરતા હતા. તેમજ તેઓની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ તેમજ કારતૂસ પણ કબ્જે કરાયા છે.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં અલકાયદાનાં નેટવર્કને પર્દાફાશ કર્યો છે. જેમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા 3 આતંકીઓની રાજકોટ સોની બજારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં રહેતા હોવાની બાતમી મળી હતીઃ એટીએસ
ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં એટીએસનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. એટીએસ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમન મલિક તેમજ શેખ નવાજ સોની બજારમાં રહે છે. ત્યારે અમન મલિક ટેલીગ્રામનાં માધ્યમથી કોન્ટેક્ટ કરતો હતો. અલકાયદામાં બે એપની મદદથી જોડાયો હતો. અલકાયદામાં જોડાયા બાદ તેઓને સેમી ઓટોમેટીક હથિયાર મળ્યું હતું. ત્યારે હવે હથિયારનાં ઉપયોગને લઈને તેની તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે. આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. કન્વર્સેશન એપની મદદ લેવાતી હતી. તેમજ હથિયાર ક્યાંથી લીધુ તે માહિતી ગુપ્ત છે.
લોકલ હેન્ડરલ કોણ છે તેની પણ તપાસ
આતંકીઓ સૌરાષ્ટ્રમાં શું કરવાનાં હતા. તેની માહિતી બાંગ્લાદેશથી મળવાની હતી. તેમજ પૈસાની કોઈ વિગતો મળી નથી. આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે ત્યારે આ આતંકવાદીઓ કોના કોના સંપર્કમાં હતા તેની પૂછપરછ બાકી છે. તેમજ લોકલ હેન્ડરલ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવનાર છે. સોનાનાં કારીગર તરીકે ત્રણેય કામ કરતા હતા. એક વર્ષ પહેલાની તેઓની ગતિવિધિઓની તપાસ બાકી છે. તેમજ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા અંગેની પણ તપાસ બાકી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન આપ્યા
રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને અભિનંદન આપુ છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્યારે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ વેસ્ટ બંગાળનાં અલકાયદાથી રેડિક્લાઈઝ થયા છે. તેમજ ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા છેલ્લા રાજકોટ ખાતે છેલ્લા ઘણા સમયથી ધામા નાંખ્યા હતા