ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યા પછી મેઘરાજાની સવારી હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગે જણાવ્યુંછે કે ઉત્તર ગુજરાતમાં સક્રિય થનારા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર છેક દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે. આના પગલે હાલમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે. આના લીધે આગામી ચારથી પાંચ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 3-4 ઓગસ્ટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી આપી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સિવાય આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત પવનની ગતિમાં પણ વધારો થશે. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. બીજી બાજુ રાજ્યમાં આગામી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
આઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સીઝનનો 92 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવે ચાર ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. જૂનાગઢ, ગીર, સોમનાથ, વાપી, વલસાડ, નવસારી, સુરત સહતિ અને અન્ય વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ ખાબકયો છે. તેના લીધે જનજીવન પર જબરજસ્ત અસર પડી હતી.