ટોચના ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં પૂણેમાં આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા ધરપકડ કરાયેલા બે માણસો ‘૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા કરતાં પણ મોટો અને વધુ હાઇટેક હુમલો’ કરવા માંગતા હતા. ઈન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું કે ૧૮ જુલાઈના રોજ એટીએસે પુણેના કોથરૂડ વિસ્તારમાંથી મોહમ્મદ ઈમરાન અને મોહમ્મદ યુનુસની ધરપકડ કરી હતી, જેઓ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત શાખા માટે કામ કરતા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી રાજસ્થામનના એક કેસમાં આ લોકોને શોધી રહી હતી.
એટીએસે શુક્રવારે ઇમરાન અને યુનુસને મદદ કરવા બદલ રત્નામગીરીના પેંડારીના સિમાબ નસરૂદ્દીન કાઝીની પણ ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મિકેનિકલ એન્જિડનિયર કાઝીએ કોંધવા સ્થિજત ગ્રાફિક ડિઝાઇનર કદીર દસ્તાગીર પઠાણને પણ પૈસા મોકલ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ઈમરાન અને યુનુસ કટ્ટરપંથી ઈસ્લામિક સ્ટેટના ઓપરેટિવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને શકમંદોએ મુંબઈમાં કોલાબા સ્લમ વિસ્તાર નજીક ખાબાદ હાઉસ અને નેવલ હેલિપેડ સહિતના મહત્વોના સ્થળોની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘આ જગ્યાઓ માત્ર મહત્વની નથી પણ વ્યૂહાત્મક પણ છે. તેથી, ત્યાં હુમલો મોટાપાયે નુકસાન પહોંચાડવા માટે થયો હોવો જોઈએ.’ તેમણે કહ્યું, ‘તેઓ મુંબઈના મોટા મંદિરો પર હુમલો કરવા માંગતા હતા, જયાં ભક્તોની સંખ્યો ઘણી વધારે છે.’
તેઓ દેશના વિકાસ અને પ્રગતિ માટે મહત્વંપૂર્ણ એવા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર પણ હુમલો કરવા માંગતા હતા, સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ લોકોએ કોલાબા વિસ્તારના ઘણા ફોટોગ્રાફસ ક્લિક કર્યા હતા. તેમની પાસે સેહી-ટેકના નકશા મળી આવ્યા છે. જો કે, તે કાવતરાના પ્રારંભિક તબક્કામાં તપાસ એજન્સીતઓના હાથે ઝડપાઈ ગયો હતો.






