કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારતીય અધિકારીઓને ધમકી આપવાના પ્રયાસો ચાલુ છે. ગઈકાલે ફરી એકવાર કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસ પર ભારતના રાજદ્વારીઓ અને કોન્સ્યુલ જનરલની તસવીરોવાળા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. આ પોસ્ટર પર ‘વોન્ટેડ’ શબ્દ લખવામાં આવ્યો હતો.
કેનેડામાં માર્યા ગયેલા ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આ પોસ્ટરમાં ઉલ્લેખ છે. ભારત વિરોધી ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવે છે. કોન્સ્યુલર સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ, કોઈપણ દેશના દૂતાવાસની સુરક્ષા તે દેશની જવાબદારી છે. આવી સ્થિતિમાં ગઈકાલે સવારે જ્યારે ભારતીય અધિકારીઓને આ અંગેની જાણ થઈ, ત્યારે તેઓએ કેનેડિયન અધિકારીઓને આ ચૂક અંગે ફરિયાદ કરી હતી જે ચૂકના કારણે ભારતના કોન્સ્યુલેટ જનરલની ઇમારત પર ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ પોસ્ટરો વહેલી સવારે લગાવવામાં આવ્યા હતા. દૂતાવાસે તાત્કાલિક પગલાં લેવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે





