ગુજરાત ભાજપના મોટા નેતાએ રાજીનામુ ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખટભળાટ મચી ગયો છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દેતા ભાજપમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ, કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે.
પ્રદિપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે.