Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ, એક જ મોબાઈલ નંબર પર લાખો લોકોની નોંધણી

7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા: ભારતમાં ગેરકાયદેસર રીતે રહેનારા લોકો આ લાભ મેળવતા હોય તેવી પ્રબળ શક્યતા

aaspassdaily by aaspassdaily
2023-08-09 12:38:59
in સમાચાર
Share on FacebookShare on Twitter

સરકારે દ્વારા જનહિતાર્થે શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આયુષ્યમાન ભારત યોજનામાં એક જ મોબાઇલ નંબર પર લાખો લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. આ અંગે માનવામાં આવે છે કે આ રીતે રજિસ્ટર થયેલા લોકો ભારતના નાગરિકો ન પણ હોઈ શકે અને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેનારા લોકો આ પ્રકારનો લાભ મેળવતા હોય તેવી પ્રબળ માન્યતા છે.
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGનાએક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત યોજનાના ઓડિટ પરના પોતાના રિપોર્ટમાં CAGએ આ ચોંકાવનારી માહિતી આપી છે.
ખાસ વાત એ છે કે જે મોબાઈલ નંબર પરથી લગભગ 7.5 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તે નંબર પણ ખોટો હતો, એટલે કે તે નંબર માટે કોઈ સિમ કાર્ડ નથી. BIS ડેટાબેઝના વિશ્લેષણમાં આટલી મોટી સંખ્યામાં નકલી નોંધણીઓ બહાર આવી છે. રિપોર્ટમાં આવો જ એક અન્ય મામલો પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ 39 હજાર 300 લોકો અન્ય નંબર 8888888888 સાથે જોડાયેલા છે, જ્યારે 96,046 અન્ય લોકો 90000000 નંબરથી જોડાયેલા છે. આ સિવાય આવા 20 જેટલા નંબરો પણ સામે આવ્યા છે, જેની સાથે 10,000 થી 50,000 લાભાર્થીઓ જોડાયેલા છે. સીએજીના અહેવાલમાં કુલ 7.87 કરોડ લાભાર્થીઓ નોંધાયા છે, જે 10.74 કરોડ (નવેમ્બર 2022)ના લક્ષ્યાંક પરિવારોના 73% છે. આ પછી સરકારે તેનો વ્યાપ વધારીને 12 કરોડ કરી દીધો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટાબેઝમાં કોઈપણ લાભાર્થી સાથેસંબંધિત રેકોર્ડ શોધવા માટે મોબાઈલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી કોઈ આઈડી કાર્ડ વગર રજીસ્ટ્રેશન ડેસ્ક પર જઈ શકે છે. જો મોબાઈલ નંબર જ ખોટો હોય, તો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે. એટલે કે આ પછી લાભાર્થીને યોજનાનો લાભ મળવો લગભગ અશક્ય બની જશે. હોસ્પિટલો તેમને સુવિધાઓ નકારશે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Previous Post

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 131.04 મીટર પહોંચી

Next Post

અનુ.જનજાતિના વિદ્યાર્થીને 6 લાખથી વધુ ફી વાળા અભ્યાસક્રમમાં સહાય

aaspassdaily

aaspassdaily

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ
તાજા સમાચાર

શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરવો પડે તેવી સ્થિતિ

July 28, 2025
ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

July 28, 2025
Next Post
અનુ.જનજાતિના વિદ્યાર્થીને 6 લાખથી વધુ ફી વાળા અભ્યાસક્રમમાં સહાય

અનુ.જનજાતિના વિદ્યાર્થીને 6 લાખથી વધુ ફી વાળા અભ્યાસક્રમમાં સહાય

માત્ર 24 કલાકમાં મટાડી શકાય છે આઈ ફ્લૂ! આ 2 રીતથી દૂર થશે આંખનું ઈન્ફેક્શન

માત્ર 24 કલાકમાં મટાડી શકાય છે આઈ ફ્લૂ! આ 2 રીતથી દૂર થશે આંખનું ઈન્ફેક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.