અમદાવાદ-બગોદરા હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે ટ્રક પાછળ છોટાહાથી વાહન ઘુસી જવાની ઘટનામાં ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા મહિલા, બાળકો સહિત દસ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે ૧૦ જેટલા વ્યક્તિને ઇજા તથા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
અકસ્માતની આ ઘટના અંગે મળતી પ્રાથમિક વિગત મુજબ બગોદરા- બાવળા હાઇવે આજે અકસ્માતની ઘટનામાં રક્તરંજીત બન્યો હતો. હાઇવે પર ટ્રકની પાછળના ભાગે પુરપાટ ઝડપે આવી રહેલ છોટાહાથી વાહન ઘુસી જતા ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારના પાંચ મહિલા, ત્રણ બાળકો સહિત ૧૦ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

અકસ્માતની આ ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા ૧૦૮ પોલીસ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત ૧૦ જેટલા વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. ચોટીલા ખાતે દર્શન કરીને યાત્રિકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે






