ટેક જાયન્ટ ગૂગલ તેની બીજી એપ્લિકેશનમાં નવા અપડેટ્સ લાવી રહ્યું છે. હાલમાં જ કંપનીએ ગૂગલ ડોક્સમાં ઈ-સિગ્નેચરનું ફીચર આપ્યું હતું, હવે તેણે યુટ્યુબને લઈને એક મોટું પગલું ભર્યું છે. યુટ્યુબે કહ્યું કે હવે યુઝર્સ શોર્ટ્સ વીડિયો પર જોવા મળતી શોર્ટ્સ કોમેન્ટ્સ અથવા ડિસ્ક્રિપ્શન પર આવતી લિંક પર ક્લિક કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે YouTube એ સ્પામના મુદ્દાને ઘટાડવા માટે આ પગલું ભર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર નવો નિયમ 31 ઓગસ્ટથી લાગુ થશે.
રિપોર્ટ અનુસાર, યુટ્યુબએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં લિંક્સ અને કોમેન્ટનો દુરુપયોગ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં યુઝર્સને છેતરપિંડી કરનારાઓથી બચાવવા માટે અસરકારક પગલું ભરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, કંપનીએ એમ પણ કહ્યું કે ચેનલમાં ડેસ્કટોપ મોડમાં જે બેનર ઉપયોગમાં લેવાય છે હવે તેમાં મેંશન કરવામાં આવતા સોશિયલ મીડિયા આઇકોન પણ દેખાશે નહીં.
23 ઓગસ્ટથી જોવા મળશે થશે નવું બટન
તમને જણાવી દઈએ કે ક્રિએટર્સ માટે માહિતી શેર કરવા માટે લિંક્સ શેર કરવી એ એક મહત્ત્વપૂર્ણ રીત છે પરંતુ હવે તેના પર પ્રતિબંધ લાગવાનો છે. કંપનીએ હવે લિંક બતાવવાની નવી રીતો શોધી કાઢી છે. આ માટે, કંપનીએ સબસ્ક્રાઇબ બટનની પાસે એક અલગ પ્રકારનો સેક્શન આપ્યો છે, જે 23 ઓગસ્ટ 2023 પછી પ્રોફાઇલ પર દેખાવાનું શરૂ થશે.
ધીરે ધીરે રોલ આઉટ થશે આ ફીચર
કંપનીની માનીએ તો આ બધા ફેરફારો એકસાથે બધા યુઝર્સને નહીં જોવા મળે. આને ધીમે ધીમે રોલ આઉટ કરવામાં આવશે. કંપનીએ એમ પણ કહ્યું કે ક્રિએટર્સ માટે લિંક શેર કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે પરંતુ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે, તેથી લિંક શેર કરવા માટે અન્ય પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ તેના પ્લેટફોર્મમાં દર્શકોને ફોર યુ સેક્શન આપવાની પણ જાહેરાત કરી છે.