વલસાડમાં 77 મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે વાપી પુરૂષ અધ્યાપન મંદિરના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાપીના બગવાડા ખાતે ઐતિહાસિક વારસો ધરાવતાં 11 મંદિરો તથા ઉમરસાડી દરિયા કિનારે બીચને વિકસાવવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ધરમપુર,પારડી અને ઉમરગામ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ કેલબિલંગના પ્રોજેકટ પૂર્ણ તરફ છે. ઉમરગામનાના વલવાડા ખાતે રૂ.48.34 કરોડના ખર્ચે બ્રીજ,ધમડાચી ખાતે રૂ. 24 કરોડના ખર્ચે વાહન અંડર પાસ તેમજ વલસાડ, પારડી અને વાપીમાં રૂ. 11.75 કરોડના ખર્ચે કુલ 06 સ્થળોએ ફુટ ઓવરબ્રીજનું નિર્માણ કરાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું જયાં એકડો ઘુટયો છે ત્યાં સીએમ તરીકે આવવાની તક મળી છે મારી જાતને ભાગ્યશાળી ગણુ છે. વલસાડની હાફુસ કેરી, ચીકુ, સાગ આજે પણ યાદ છે.બગવાડાના પૌરાણિ 11 મંદિરોના રિપેર માટે 3.70 કરોડ,ઉમરસાડી દરિયા કિનારે બીચ માટે 15 કરોડની પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા ફાળવણી કરવાની જાહેરાત કરી હતી.