ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યાર પછી તો કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી કચ્છની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.