ભારતમાં વર્ષ 2023માં અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચૂકી છે. હજુ પાંચ રાજ્યોમાં (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ) વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાથે આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની સાથે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ ખૂબ મહત્વની છે.
આ અંગે તૈયારીઓ અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.18 ઓગસ્ટે બેઠક યોજાશે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી આ પાંચ રાજ્યોમાં જમીન લેવલે સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે. દરેક ધારાસભ્યને જે તે બેઠક પર જઈ કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.





