સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા સરકારી માલિકીની ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પ (આઇઆરએફસી)માં તેના હોલ્ડિંગનો એક ભાગ વેચવાની યોજના બનાવી રહી હોવાનું એક અધિકારીએ બુધવારે
જણાવ્યું તું.
સરકાર હાલમાં ભારતીય રેલવેના આ ફાઇનાન્સિંગ એકમમાં ૮૬.૩૬ ટકા હિસ્સો ધરાવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપામ) અને રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરતા આંતર-મંત્રાલય જૂથ (આઇએમજી)એ હિસ્સો ઘટાડવાનું પ્રમાણ નક્કી કરવા માટે ચર્ચાવિચારણા શરૂ કરી દીધી છે.
સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) ધોરણને અનુરૂપ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ બનાવવા માટે, સરકારે આઇઆરએફસીમાં ૧૧.૩૬ ટકા હિસ્સો ઘટાડવો પડશે.
એમપીએસના ધોરણ મુજબ, લિસ્ટેડ એન્ટિટી પાસે લિસ્ટિંગના પાંચ વર્ષમાં ન્યૂનતમ પબ્લિક ફ્લોટ ૨૫ ટકા હોવો જોઈએ. અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, અમે વેચાણ-હિસ્સા નક્કી કરતા પહેલા રોકાણકારોની ક્ષમતાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. વર્તમાન બજાર કિંમતે ૧૧.૩૬ ટકાના વેચાણથી સરકારને આશરે રૂ. ૭,૬૦૦ કરોડ મળશે. સરકારે જાન્યુઆરી ૨૦૨૧માં આઇઆરએફસીને સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ કર્યું હતું