Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતની 27 હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ: કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા

તહેવારોના સમયમાં સુરતના હીરા વેપારીઓ પર મોટી આફત આવી

aaspassdaily by aaspassdaily
2023-08-17 11:22:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તેલંગણા અને કેરળ જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની થયેલી ફરિયાદને આધારે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક ખાતા પોલીસે બંધ કરાવી દીધા છે. જેને પગલે સુરતના વેપારીઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ગયાં છે.
એક અહેવાલ અનુસાર સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી અને જીજેઇપીસીના ડિરેક્ટર દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે તેલંગાણા, કેરળ જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની ફરિયાદને પગલે ત્યાંની સ્થાનિક પોલીસે સુરતના વેપારીઓના એ બેંક ખાતા કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. જેને પગલે આ વેપારીઓના નાણાકીય વ્યવહારો અટવાયા છે અને તહેવારોના સમયગાળામાં તેમને મોટું નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.
મીડિયા અહેવાલોમાં બહાર આવેલી વિગતો મુજબ તેલંગાણાની કોઈ એક વ્યક્તિએ ભૂલથી સુરતના વેપારીઓએ જે કંપની સાથે વ્યવહાર કર્યો હતો તે કંપનીના બેન્ક એકાઉન્ટમાં ભૂલથી પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ વ્યક્તિએ પછી તેલંગાણા ક્રાઈમ ડીપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની ભૂલથી તેલંગાણાની ડાયમંડ કંપનીના બેન્ક એકાઉન્ટમાં 5000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે. જેને આધાર બનાવીને તેલંગાણાની ક્રાઈમ બ્રાન્ચની પોલીસે તે કંપનીના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધા. જો કે કાર્યવાહીના ભાગરૂપે પોલીસે તે કંપનીએ જેટલા પણ વ્યવહારો કર્યા હતા તે વેપારીઓના ખાતા પણ ફ્રીઝ કરાવી દીધા છે. આથી સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આતંકવાદી ફંડિંગ અને બ્લેકમનીને કંટ્રોલ કરવા સરકારે બનાવેલા કાયદા મુજબ 25 લાખથી વધુના બેંક વ્યવહારો જો શંકાસ્પદ લાગે તો જે-તે સ્ટેટની ક્રાઇમ બ્રાંચ તે બેંક ખાતા ફ્રીઝ કરાવી શકે છે. જો કે આ કિસ્સામાં કાયદાનો દુરૂપયોગ થઇ રહ્યો હોવાની વેપારીઓ ફરિયાદ કરી રહ્યાં છે. ઉપરાંત વેપારીઓને બેંક કે ત્યાંની પોલીસ દ્વારા પણ કોઇ જાણ કરવામાં આવી ન હતી જેને કારણે વેપારીઓ વધુ રોષે ભરાયા છે.

Previous Post

રેલવે ફાઇનાન્સના શૅર વેચાશે

Next Post

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

કન્યા, તુલા સહિત આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લાભદાયી, અહીં વાંચો રાશિફળ

આજે 17 ઓગસ્ટે બની રહ્યો છે ચતુર્ગ્રહી યોગ, આ 5 રાશિઓને મળશે ઘણો ફાયદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.