આજે ચંદ્રયાન- 3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થશે. આ ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ISRO ખાતે હાજર રહેશે. સાંજે 5:30 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ISRO ખાતે ઉપસ્થિત રહીને જીવંત પ્રસારણ નિહાળશે.
વિદ્યાર્થીઓ ચંદ્રયાન 3નું લેન્ડિંગ નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ યુજીસી દ્વારા તમામ યુનિવર્સિટીઓ-કોલેજોને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોની ચિત્ર સ્પર્ધા યોજાશે, ચંદ્રયાન-3નું પ્રેઝન્ટેશન થશે, નિષ્ણાંતો મિશન મુન વિશે અને તેના પડકારો વિશે જણાવશે. તો સાંજે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ પણ બતાવાશે. ઈસરો દ્વારા પણ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર લાઈવ પ્રસારણ થશે.






