વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને જલ્દી ભારત 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે. તે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં બ્રિક્સ ફોરમ લીડર્સ ડાયલૉગમાં પીએમ મોદીએ કહ્યું, ‘વર્તમાન સમયમાં કોવિડ મહામારી, ટકરાવ અને વિવાદો વચ્ચે વિશ્વ આર્થિક પડકારો સામે ઝઝુમી રહ્યું છે. આવા સમયમાં બ્રિક્સ દેશોની એક વખત ફરી મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. વૈશ્વિક સ્તર પર ઉથલ પાછલ છતાં ભારત આજે વિશ્વની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. જલ્દી ભારત 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી બની જશે.
પીએમ મોદીએ કહ્યુ કે, આવનારા દિવસોમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન હશે અને આ એટલા માટે કારણ કે ભારતે ઇમરજન્સી અને મુશ્કેલ સમયને આર્થિક સુધારાના પ્રસંગમાં પરિવર્તિત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે એક ક્લિકથી ભારતમાં કરોડો લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે, તેનાથી સર્વિસ ડિલીવરીમાં પારદર્શિતા વધી છે. છેલ્લા 9 વર્ષમાં લોકોની આવકમાં લગભગ ત્રણ ઘણો વધારો થયો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ભારતના આર્થિક વિકાસમાં મહિલાઓની સશક્ત ભાગીદારી રહી છે.
બ્રિક્સ સમ્મેલનમાં પીએમ મોદીએ કહ્યું, ‘ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે; દેશમાં 100થી વધુ યુનિકોર્ન છે. તેમણે કહ્યું કે સુધારાત્મક પગલાં લેવાને કારણે દેશમાં બિઝનેસ કરવાની સરળતામાં સુધારો થયો છે.’
મહત્ત્વપૂર્ણ છે કે બ્રિક્સ સંગઠનમાં કુલ 5 દેશ સામેલ છે. જેમાં ભારત સિવાય બ્રાઝીલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. BRICSનો ઉદ્દેશ્ય વિશ્વ અર્થવ્યવસ્થામાં તેમાં સામેલ દેશોની ભૂમિકાને મજબૂતી આપવાનો છે અને તેમના સામર્થ્યને ભાર આપવાનો છે, તેમનું મુખ્ય ફોકસ આ વાત પર છે કે તેમના સભ્ય દેશ એક બીજાના સહયોગથી વિશ્વ રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં પોતાની ભૂમિકાને મજબૂત કરે.






