કચ્છમાં અમૂલની છાશ અને દહીં થકી અંદાજે 600 લોકોને ડાયેરીયા થઇ જતાં તેમને સારવાર કરાવવામાં આવી રહી છે. આ ઘટનામાં અમૂલની બેદરકારી બહાર આવી છે જેના કારણે અમૂલ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. અમૂલ જેવી બ્રાન્ડ છતાં આવું થવાથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કચ્છમાં અમૂલ છાશ પીનારા અનેક લોકો દવાખાને પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં દહીં અને છાશ થકી જ અંદાજીત 600 લોકોને ડાયેરિયા થયા છે. મળતી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી હોવાના કારણે ગાંધીધામ તાલુકામાં છાશ, દહીં સપ્લાય કરાયેલી દૂધની બનાવટને પરત ખેંચી લેવાઈ છે. વળી ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું છે. છેલ્લા બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા દૂધની બનાવટ બનાવનાર કંપનીએ બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ભુજની ક્ચ્છ જિલ્લા પંચાયતની કેન્ટીનનું ચેકિંગ કર્યું હતું. જ્યા તપાસતા સામે આવ્યું કે તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. ક્ચ્છ સરહદ ડેરીના જવાબદારોનું હજુ પણ મૌન જોવા મળી રહ્યું છે. આ અંગે ખુદ જિલ્લા રોગચાળા અધિકારી જિતેશ ખોરાસિયાએ સમર્થન આપ્યું હતું. તેમણે પણ દરેક દુકાનોમાં જ્યાં અમૂલનું વેચાણ થાય છે તે જગ્યાએ ચેકિંગ કર્યું હતું. બીજી તરફ ઇચાર્જ ડી.ડી.ઓ મિતેશ પંડ્યાએ પણ એક દિવસ અમૂલની છાસ, દહીં કચ્છમાં ન પીવા માટે જણાવ્યું હતું.
અમૂલની છાશ અને દહીંનો ઉપયોગ કરવાથી 600થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં લોકોના સવાલ જોવા મળી રહ્યા છે. ઘટના બાદ કચ્છ ફૂડ એન્ડ ડ્રગ્સે દહીંના 18 નમૂના લીધા છે. ઇન્ચાર્જ DDO,અધિક કલેક્ટર મિતેષ પંડ્યાએ માહિતી આપી હતી કે છાશ અને દહીંના આવા પેકિંગનો એકાદ દિવસ ઉપયોગ ટાળો. રાષ્ટ્રીય દલિત અધિકાર પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. CM, ગૃહમંત્રી, પશ્ચિમ કચ્છ SP, DGPને ટવીટરથી રજૂઆત કરાઇ છે અને બેદરકારી દાખવનાર સામે ફરિયાદ દાખલ કરવા માગ કરવામાં આવી છે. જો કે અમૂલ ડેરી હસ્તકની સરહદ ડેરીએ બચાવ કર્યો છે કે દહીંના સેવનથી માત્ર 3થી 4 લોકો બીમાર પડ્યાંના બણગાં ફૂંક્યા છે.






