મુંબઈ-પુના રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક હેવી કન્ટેનર ઉંધુ વળી જતા તેની હેઠળ પાંચ જેટલી કારો દબાઈ ગઈ હતી અને આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા હતા જયારે પાંચ ઘાયલ થયા છે જયારે હાઈવે પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ કન્ટેનર પુના બાજુ જઈ રહ્યું હતું અને ઓચિંતા જ એક વળાંક પાસે ભારેખમ કન્ટેનર રોડ પર ઉંધુ વળી ગયું હતું જેના કારણે પાંચ કાર તેની હડફેટમાં આવી ગઈ હતી અને તેમાં પ્રવાસ કરતા બે લોકોના મૃત્યુ થયા હતા જયારે અન્ય ચાર ઘાયલ થયા હતા.






