વધુ એક વખત જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. શ્રાવણ માસમાં ફરાળી વાનગીના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારો થતાં ઉપવાસ નકોરડા કરવા પડે તેવી હાલત છે. શ્રાવણમાં સૌથી વધુ વપરાતી ફરાળી ખીચડીના ભાવમાં વધારો થયો છે. જ્યારે તૈયાર વાનગીમાં 30થી 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સાથે જ ફરાળી વાનગી સાથે ફળના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
ફરાળી ખીચડીનો ભાવ રૂ. 260થી વધીને રૂ. 320થી રૂ. 380એ પહોંચ્યો છે. તૈયાર વાનગીમાં પણ 30થી 40 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. બફવડાના ભાવમાં વધારો થતાં પ્લેટમાં ચારની જગ્યાએ ત્રણ નંગ કરી દેવાયા છે. બફવડાના ભાવમાં 40થી 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સાબુદાણા કિલાનો ભાવ રૂ. 85થી રૂ. 90 છે. રાજગરાના લોટનો ભાવ રૂ. 190થી રૂ. 200, સિંગદાણા રૂ. 150 પ્રતિ કિલો છે. ફરાળી વાનગી સાથે ફળના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.





