ડુમરી વિધાનસભા પેટાચૂંટણીને લઈને AIMIM દ્વારા આયોજિત સભામાંઅસદુદ્દીન ઓવૈસીના ભાષણ દરમિયાન ઓડિયન્સ ગેલેરીમાંથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ કાર્યવાહી કરી છે. જિલ્લાના ડીસી અને એસપીના નિર્દેશ પર વિડીયો અવલોકન ટીમ દ્વારા ભાષણ દરમિયાન રેકોર્ડેડ વિડીયોનું અવલોકન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ સંદર્ભ સંબંધિત ફ્લાઈંગ સ્ક્વોડ ડુમરી દ્વારા ડુમરી પોલીસ સ્ટેશનમાં AIMIM ઉમેદવાર અબ્દુલ મોબીન રિઝવી, પાર્ટીના નેતા મુઝફ્ફર હસન નૂરાની અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. વહીવટીતંત્રએ આ અંગે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, વીડિયોના અવલોકનમાં જાણવા મળ્યું કે, આ કૃત્ય આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન છે. બીજી તરફ ડુમરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પવન કુમાર સિંહે પણ FIRની પુષ્ટિ કરી છે. બુધવારે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ડુમરીના કેબી હાઈસ્કૂલ મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. ડુમરી વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન AIMIMના ચીફ અસુદ્દીન ઓવૈસીની બેઠક દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ઓવૈસીનું સંબોધન સાંભળવા ઉમટેલી ભીડમાંથી એક યુવકે આ નારા લગાવ્યા હતા. અસુદ્દીન ઓવૈસીએ પોતાનું ભાષણ અટકાવીને અને સ્ટેજ પરથી જ યુવકને ખીજયા હતા