Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાળંગપુરમાં ભીંત કૃતિઓના મામલે સંત સમાજ આકરા પાણીએ

વડતાલ ખાતે મિટિંગ યોજી યોગ્ય નિરાકરણ લવાશે- કોઠારી સ્વામી

aaspassdaily by aaspassdaily
2023-09-01 10:45:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. હનુમાન દાદા સ્વામીનારાયણના સંતોને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક વિવાદ વચ્ચે વડોદરાથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ દેવતાઓને એટલે કે સનાતન ધર્મના ચિન્હો અને ભગવાનોના અપમાન થતાં રહ્યા છે. ત્યારે છેલ્લે જૂનાગઢમાં એક મિટિંગ પણ થઇ હતી, ત્યારે એવુ નક્કી થયું હતું કે, હવે અમે તમારા માનદ ચિન્હો અને ભગવાનોનું અપમાન ન થાય તેની કાળજી રાખીશું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાળંગપુરમાં 4 મહિના પહેલા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને તે મૂર્તિની તકતી પર હનુમાનજીને સહજાનંદ સ્વામી કે સહજાનંદ સ્વામીના માતા-પિતાના દાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રેતાયુગના જે હનુમાનજી છે. તે હનુમાનજી ભગવાન શંકરના પુત્ર છે. જે અગિયારમું રુદ્ર છે, તેમનું અપમાન થતું હોય ત્યારે સનાતન સંત સમિતિ અને બીજા સંતો એકત્ર થયા છે અને રામાનુજ વિરક્ત મંડળ પણ એકત્ર થયું છે અને હવે લડી લેવાના મૂડમાં છીએ.
હનુમાન દાદાના અપમાનને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.
કબરાઉધામના મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. ’કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. ‘દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. આમ એક બાદ એક વાક પ્રહારો કરી મણિધરબાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધા હતા.
સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. જો આમ જ આવનારી પેઢી એમ જ માનશે કે હનુમાનજી મહારાજ ભગવાન રામના નહીં પણ કોઈ એક સંપ્રદાયના સ્વામીના ભક્ત હતા. તેમજ બોટાદ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સતુભાઈ ધાધલે પણ સમગ્ર બાબત દુ:ખદ હોવાનું તથા કોઠારી સ્વામીનો સંપર્ક કરતા વડતાલ ખાતે મિટિંગ યોજી યોગ્ય નિરાકરણ લવાશે તેમ જણાવ્યું હતુ.

Previous Post

જી-20 સંમેલન : મહેમાનોના સ્વાસ્થ્યને લઇને દિલ્હીમાં 8 હોસ્પિટલ હાઇએલર્ટ મોડમાં

Next Post

સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

સર્વિસ સેક્ટરમાં સુધારો થવાના કારણે જીડીપી ગ્રોથમાં ઉછાળો

MSME ઉદ્યોગકારો માટે 5 રિજીયોનલ કાઉન્સિલની કરાઈ સ્થાપના

MSME ઉદ્યોગકારો માટે 5 રિજીયોનલ કાઉન્સિલની કરાઈ સ્થાપના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.