મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પત્રિકાકાંડમાં નામ બહાર આવનારા જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનાં નામ બહાર આવ્યા બાદ તપાસનો રેલો પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
આ પત્રિકા મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબા સમયથી ફરજ બજાવતા સંયુક્ત સચિવ પરિમલ શાહના કાર્યાલયમાં જ આ પત્રિકા અંગેની સ્ક્રિપ્ટ ઘડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પ્રધાનમંત્રી કાર્યાલયમાં સચિવ સ્તરેથી પરિમલ શાહને રવાના કરવાની સૂચના આવતાં ગુજરાત સરકારે આ અંગે નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.





