અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની જિલ બાઈડેન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કોરોના સંક્રમિત જણાયા નથી. તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઈડેન કોવિડ-19થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તે કોવિડના હળવા લક્ષણો અનુભવી રહ્યા છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. હાલમાં તેમને ડેલવેરમાં તેમના રેહોબોથ બીચના ઘરે રાખવામાં આવ્યા છે. બે દિવસ પછી, તે G-20 સમિટમાં ભાગ લેવા માટે જો બાઈડેન સાથે નવી દિલ્હી આવવાના હતા. જિલ બાઈડેનની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 71 વર્ષીય જિલનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તેમનામાં કોવિડના કોઈ લક્ષણો નથી. તેમની તબિયત સામાન્ય છે.






