ગૂગલે થોડા વર્ષો પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ઇમોજી કિચન ફીચર બહાર પાડ્યું હતું. આ સુવિધા Gboard પર રજૂ કરવામાં આવી હતી. તેની મદદથી યુઝર્સ નવા ઈમોજીસ બનાવી શકે છે. ચેટિંગમાં યુઝર્સ માટે આ એક નવો અનુભવ હતો. ગૂગલે હવે આ ફીચરનો વિસ્તાર કર્યો છે. હવે ગૂગલે ગૂગલ સર્ચમાં પણ ઇમોજી કિચન એડ કરી દીધું છે.
ગૂગલ તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે સમયાંતરે નવા અપડેટ્સ લાવતું રહે છે. હવે કંપનીએ જૂના ફીચરનો વિસ્તાર કર્યો છે. હવે તમે ગૂગલ સર્ચમાં પણ ઈમોજી કિચનનો લાભ લઈ શકો છો. નવું અપડેટ iOS અને Android બંને યુઝર્સ માટે છે.
તમને જણાવી દઈએ કે ઈમોજી કિચનની મદદથી તમે નવા ઈમોજી બનાવી શકો છો. તમે કોઈપણ બે ઈમોજીસને જોડીને એક નવું ઈમોજી બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો…
સ્ટેપ 1- ગૂગલ પર ‘ઈમોજી કિચન’ ટાઈપ કરીને સર્ચ કરો.
સ્ટેપ 2- તમને ઈમોજી સાથે ગેટ કુકિંગનું બોક્સ મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 3- હવે તમે નવું ઈમોજી બનાવવા માટે કોઈપણ બે ઈમોજી પસંદ કરી શકો છો.
સ્ટેપ 4- ઉદાહરણ તરીકે, જો તમે તરબૂચ ખાતા પાંડાનું ઈમોજી બનાવવા માંગો છો, તો પાંડા વત્તા તરબૂચ ઈમોજી પસંદ કરો.
સ્ટેપ 5- હવે તમે નવા ઈમોજીની કોપી કરી શકો છો અને તેને ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો.