દેશમાં 2017થી લાગુ કરાયેલી ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ સીસ્ટમ (જીએસટી)માં હવે 31 રાજયોમાં એપેલેટ ટ્રીબ્યુનલ મંજુર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં રાજકોટ સહિત ચાર સ્થાનો પર આ ટ્રીબ્યુનલ કામકાજ કરશે. લાંબા સમયથી આ એપેલેટ ટ્રીબ્યુનલની માંગ હતી.
જીએસટીમાં જે વિવાદ સર્જાય તે નિર્ણય માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જતા હતા જેના કારણે અત્યંત વિલંબ સર્જાતો હતો. હવે આ એપેલેટ ટ્રીબ્યુનલ ખાસ જીએસટી વિવાદો માટે જ નિયુક્ત થઈ હોવાથી તે વિચારોના ઉકેલમાં ઝડપ આવશે. ગુજરાતમાં અમદાવાદ-સુરત-રાજકોટ ઉપરાંત કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરાનગર હવેલી, દિવ-દમણની એક બેન્ચની ટ્રીબ્યુનલ હશે. કેટલાક નાના રાજયોમાં સરકાર બેન્ચ આપવામાં આવી છે. ગત માર્ચ માસમાં કેન્દ્ર સરકારે સંસદમાં આ પ્રકારે એપેલેટ ટ્રીબ્યુનલની રચનાને મંજુરી આપવામાં આવી હતી અને તેમાં હવે હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિઓ તથા અન્ય નિષ્ણાંતોની નિયુક્તિ થશે તથા તેનું કામકાજ આગામી બે માસમાં પ્રારંભ થઈ જશે.