યુએફઓ-અને આઈડેન્ટીફાઈડ ઓબ્જેકટ એલિયનને લઈને નાસાએ પોતાનો રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે માન્યુ હતું કે આપણા ગ્રહથી અલગ પણ કયાંક જીવન છે નાસાએ પોતાના એક રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. નાસાએ આ વિષય પર એક વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. જે હવે જાહેર કર્યો છે. જેના પર દુનિયાનું ધ્યાન ગયુ છે.
નાસાએ જણાવ્યું હતું કે, આ વિષય પર વિસ્તૃત અભ્યાસ માટે નવી વૈજ્ઞાનિક ટેકનીક અને એડવાન્સ્ડ સેટેલાઈટની જરૂર પડશે. નાસાએ જણાવ્યું હતું કે યુએફઓ આપણા ગ્રહનાં સૌથી મોટા રહસ્યોમાનો એક છે. રિપોર્ટ જાહેર કરતાં નાસાના મેનેજર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ જીવન છે. નાસાએ જણાવ્યું હતું કે, તે જે નવા મિશનની યોજના બનાવી રહ્યું છે તેમાં ગ્રહના વાતાવરણ અને સપાટી પર એલીયન્સ ટેકનિકનો પતો મેળવવાનો પણ પ્રયાસ કરશે.નાસાએ એ પણ જણાવ્યું કે તે યુએફઓ પર રીસર્ચ માટે નવા નિર્દેશનું એલાન કરશે.
નાસાએ રીપોર્ટમાં જણાવ્યુ હતું કે પૃથ્વી પર નજર રાખતા સેટેલાઈટમાં સ્પેટીયલ રીજોલ્યુશનની કમી રહે છે. જેના કારણે યુએફઓ કે યુએવી જેવા નાના ઓબ્જેકટ (પદાર્થ) પર નજર રાખી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, પેન્ટાગોને અગાઉ એફ વિડીયો જાહેર કર્યો હતો.જેમાં નૌસેનાનાં પાયલોટોને અમેરીકાનાં પૂર્વી અને પશ્ર્ચિમ કિનારા પર કેટલીક રહસ્યમય એરક્રાફટ જોવા મળ્યા હતા. જેમની ગતિ મોજુદ એવીએશન ટેકનીકથી વધુ હતી અને તેની બનાવટ રહસ્યમય હતી.