નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા’ ના કટ્ટરપંથ અને ભરતી મામલે તમિલનાડુ અને તેલંગાણામાં 30 લોકેશન પર રેડ કરી છે. કોઇમ્બતૂરમાં 21 જગ્યાએ, ચેન્નાઇમાં 3 જગ્યાએ, હૈદરાબાદ/સાઇબરાબાદમાં 5 જગ્યાએ અને તેનકાસીમાં 1 જગ્યાએ રેડ ચાલી રહી છે. NIA આતંકી સંગઠન ISISને ભારતમાં પગ ફેલાવતા રોકવા માટે સતત પગલા ભરી રહ્યું છે.
તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલા આઇએસઆઇએસ મૉડ્યૂલ વિરૂદ્ધ NIAની આ કાર્યવાહી ચાલી રહી છે. NIAએ તાજેતરમાં તમિલનાડુ અને તેલંગાણામાં આતંક ફેલાવવાના ષડયંત્રમાં ISISના રોલની તપાસ માટે એક કેસ દાખલ કર્યો હતો. આ કેસના દાખલ થયા બાદ જ NIAએ બન્ને રાજ્યમાં 30 સ્થળો પર રેડનો નિર્ણય કર્યો છે. આ રેડ દ્વારા ISIS સાથે જોડાયેલા લોકોને પકડવાના છે, જેમણે આતંક ફેલાવવાની જવાબદારી સોપવામાં આવી છે.
આ પહેલા, NIAએ ઝારખંડ મૉડ્યૂલ સાથે જોડાયેલા કેસમાં કેટલાક રાજ્યમાં રેડ કરી છે. આ દરમિયાન એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. NIAના અધિકારીઓએ જણાવ્યું કે જુલાઇમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝન અંસારીની ધરપકડ કરી હતી, તેની ધરપકડ પછી આ રેડ કરવામાં આવી છે. યુનિવર્સિટી પાસે રહેવા દરમિયાન ફૈઝાન કેટલાક કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો. છ રાજ્યમાં નવ જગ્યાએ રેડમાં રાહુલ સેન ઉર્ફ ઉમર બહાદુર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે રેડ દરમિયાન ઇલેક્ટ્રોનિંક અને લેપટોપ, પેન ડ્રાઇવ, મોબાઇલ ફોન જેવા ડિઝિટલ ડિવાઇસ જેવી વસ્તીઓ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આપત્તિજનક સામગ્રી, એક ચાકુ અને આઇએસઆઇએસ સાથે જોડાયેલા અનેક ડૉક્યુમેન્ટ પણ NIAના હાથે લાગ્યા છે.