કાશ્મીરને આતંકવાદ મુકત કરવાનાં ઓપરેશન ઓલઆઉટ હેઠળ ચાર દિવસથી અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં કર્નલ સહી ચાર સૈન્ય જવાનો શહીદ થઈ ગયા હતા. હજુ આ ઓપરેશન ચાલુ જ છે ત્યાં હવે બારામુલ્લાનાં ઉરીમાં સુરક્ષાદળો તથા ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. તેમાં એક આતંકીને ઠાર કરાયો છે અને અન્યોની શોધખોળ ચાલુ રહી છે.
અનંતનાગમાં ચાર દિવસથી ચાલી રહેલા ઓપરેશન વચ્ચે આજે બારામુલ્લા જીલ્લાનાં ઉરીમાં પણ સૈન્યદળો તથા આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.પોલીસનાં સુત્રોએ ક્હયું કે બારામુલ્લામાં ઉરીમાં પણ સૈન્યદળો તથા આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના સુત્રોએ કહ્યું કે બારામુલ્લામાં વાસ્તવિક અંકુશ રાખવા નજીક જ આ અથડામણ થઈ હતી.
દરમ્યાન અનંતનાગમાં ભારતીય સેના સામે ચાર દિવસથી ઝીંક ઝીલી રહેલા ત્રાસવાદીઓનો ખાત્મો કરવા સૈન્ય દ્વારા ડ્રોન તથા રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સમગ્ર જંગલ-પર્વતીય વિસ્રોને ઘેરી લેવાયો હતો. ડ્રોન મારફત ફૂટેજ, બહાર આવ્યા છે જેમાં ત્રાસવાદીઓ ભાગતા હોવાનું જણાયું હતુ. સૈન્યએ આતંકીઓ જયાં છુપાયા છે ત્યાં બોંબમારો પણ કર્યો હતો.