કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તે અહીંના રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી. રાહુલ ગાંધીએ કુલીઓને મળી તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
કોંગ્રેસના નેતા રેલવે સ્ટેશન પર સામાન ઉપાડતા જોવા મળ્યા હતા. રાહુલ રેલવે સ્ટેશન પર કુલીના યુનિફોર્મમાં એટલે કે લાલ કલરના કપડાંમાં જોવા મળ્યા હતા. આ સાથે કુલીઓને કામ કરતી વખતે તેમને પડતી મુશ્કેલીઓ વિશે પૂછ્યું હતું. રાહુલ ગાંધીએ કુલીઓને પડતી મુશ્કેલીના ઉકેલ અંગે તેમનો અભિપ્રાય લીધો હતો. નોંધનીય છે કે, કુલીઓએ ગયા મહિને કોંગ્રેસ નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ એવું માનવામાં આવે છે કે, રાહુલે તેમને મળવાનો પ્લાન બનાવ્યો હતો.





