સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે એક યુવકને બે કિલોના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા હજીરા ખાતે રહેતા બે ઈસમો પાસેથી આ જથ્થો લાવ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે ત્રણેય ઈસમોની ધરપકડ કરી ચરસના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતમાં અવારનવાર નશાયુક્ત પદાર્થ પોલીસ ઝડપી પાડતા હોય તેવા સમાચાર વારંવાર આવતા હોય છે. સુરતની રાંદેર પોલીસે બાતમીના આધારે, જતીન ઉર્ફે જગુ નામના ઇસમ અમને ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જતીન પાસેથી બે કિલોથી વધુનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ આરોપી અગાઉ હત્યા સહિત અન્ય બે ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ આરોપીને સુરત SOG પોલીસ દ્વારા ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા ચરસનો જથ્થો હજીરાના નીલમ નગર ખાતે રહેતા પીન્કેશ અને અભિષેક પાસેથી આ જથ્થો લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક આ બંને સુધી પહોંચી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી પણ ચરસ મળી આવ્યું હતું.
પીન્કેશ અને અભિષેક દ્વારા આ ચરસને જમીનમાં દાટી અને છુપાવવામાં આવ્યું હતું. બંનેની પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો દરિયામાંથી મળી આવ્યો હતો. તેથી આ બંને રૂપિયા કમાવવાની લાલચમાં ચરસનો જથ્થો છુપાવી અને તેમાંથી થોડા થોડા ગ્રામ વહેંચવા માટે રાખ્યું હતું. આ ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડ રૂપિયાનો થાય છે.