એક સંસદીય સમિતિએ દેશના 50 જેટલા ગાયબ થઈ ચુકેલા કેન્દ્રીય સુરક્ષીત સ્મારકોનાં બારામાં ચિંતા વ્યંકત કરી છે. સાથે સાથે તેના અસ્તિત્વને લઈને સંસદની સમિતિએ એએસઆઈ અર્થાત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાનો આ બારામાં તાત્કાલીક સર્વે કરાવવાની ભલામણ કરી છે.
ટ્રાન્સપોર્ટ ટુરીઝમ અને કલ્ચરલ વિભાગ સાથે જોડાયેલી સંસદની સ્ટેન્ડીંગ કમીટીનો રિપોર્ટ રાજયસભામાં ગુરૂવારે રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કમીટીએ કહ્યું કે ક્ધટ્રોલર અને ઓડીટર જનરલ (સીએજી)એ 92 સુરક્ષીત સ્મારકોને મીસીંગ (ગાયબ) જાહેર કર્યા છે જયારે એએસઆઈએ આવા 42 સ્મારકોનો પતો મેળવ્યો છે. પણ બાકી બચેલા 50 સ્મારકોનાં બારામાં કોઈ જાણકારી નથી કે શું તેમને શહેરીકરણ અસર કરી ગયુ? કે ડેમ વગેરેવાળા વિસ્તારમાં આવી ગયા. હાલ તો તેના લોકેશનનાં બારામાં કોઈ જાણકારી નથી. પોતાના એકશન ટેકન રિપોર્ટમાં કમીટીએ કહ્યું હતું કે આવા 50 સ્મારકોનું આખરે શું થયુ?
કમીટીનું કહેવુ છે કે સેન્ટ્રલી પ્રોટેકટેડ મોન્યુમેન્ટસ 9સીપીએમએસ)આપણા ઐતિહાસીક વારસાનો મહત્વનો ભાગ છે અને તેને શોધવો હાલ એએસઆઈની પ્રાથમીકતાં હોવી જોઈએ. સમિતિએ કહ્યું હતું કે એએસઆઈ તરફથી સુરક્ષીત સ્મારકોની યાદીમાં અનેક નાના સ્મારક પણ સામેલ છે.સમિતિનુ માનવુ છે કે કેન્દ્રીય સુરક્ષીત સ્મારકોની યાદીમાં મુશ્કેલીઓ છે.