રિટેલ મોંઘવારી ને જોતા આ વખતે પણ આરબીઆઈ વ્યાજદરોને યથાવત રાખી શકે છે તેમ નિષ્ણાંતોનું માનવું છે. જોકે સીપીઆઈ આધારીત ઈન્ફલેશન ઓગસ્ટમાં થોડુ ઘટીને 6.83 ટકા રહી ગયુ છે પણ તે રીઝર્વ બેન્કનાં 6 ટકાથી સંતોષજનક સ્તરથી હજુ પણ ઉપર છે. રિટેલ મોંઘવારી હજુ પણ ઘણી ઉચ્ચ સ્તરે છે અને અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે થોડા વધુ સમય માટે સખ્ત વલણ યથાવત રાખવાનો ફેસલો કર્યો છે.
આ પરિસ્થિતિમાં વિશેષજ્ઞોનું માનવુ છે કે આગામી મહિનાની શરૂઆતમાં આરબીઆઈ નીતિગત દરને ફરી એકવાર યથાવત રાખવાનો નિર્ણય લઈ શકાય છે. રિઝર્વ બેન્કે આઠ ફેબ્રુઆરી 2023 ના રેપોરેટને વધારીને 6.5 ટકા કરી દીધો હતો અને ત્યારથી તેણે ત્યધિક હાઈ રીટેલ ઈન્ફલેશન આંતર રાષ્ટ્રીય બજારમાં કાચા તેલની ઉંચી કિંમતો સહીત કેટલાંક ગ્લોબલ કારણોને જોતા દરોને તે સ્તર પર યથાવત રાખ્યો છે. આરબીઆઈ ગવર્નરની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની એમપીસીજી બેઠક ચાર-છ ઓકટોબરે પ્રસ્તાવિત છે. એમપીસીમાં છેલ્લી બેઠક ઓગસ્ટમાં યોજાઈ હતી.