મણિપુરમાં સ્થિતિ બગડતા સ્થાનિક ભાજપના નેતા પણ પોતાની સરકાર પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. મણિપુરમાં ભાજપે આરોપ લગાવ્યો કે અમારી પોતાની સરકાર જ સ્થિતિ પર કાબુ મેળવવામાં અસમર્થ રહી છે. મણિપુર ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખવામાં આવ્યો છે. નડ્ડાને મોકલવામાં આવેલા પત્રમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ એ સારદા દેવી સહિત આઠ પદાધિકારીઓના હસ્તાક્ષર છે.
આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસથી ઇમ્ફાલ ઇસ્ટમાં ભીડે મુખ્યમંત્રી એન બીરેન સિંહના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય ઇમ્ફાલ વેસ્ટમાં એક ભાજપના ધારાસભ્યના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પત્ર આ ઘટનાઓ પછી સામે આવ્યો છે. પત્રમાં લખ્યુ છે કે લોકોનો ગુસ્સો અને વિરોધ હવે વધી ગયો છે. સ્થિતિ સામે લડવા સરકારની નિષ્ફળતા આ લાંબા સમયથી ચાલતી અશાંતિનો એકમાત્ર દોષ છે.
પત્રમાં લખવામાં આવ્યું કે અમે જાણીયે છીએ કે અમારી સરકાર પણ દિવસ-રાત રોકાયા વગર કામ કરી રહી છે જેથી રાજ્યમાં સ્થિતિ સામાન્ય બની શકે. ભાજપના નેતાઓ અનુસાર, લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે આ સમસ્યા વધી રહી છે. ભાજપના નેતાઓએ નડ્ડાને કલમ 355ને રદ કરવાનો અનુરોધ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે કલમ 355 હેઠળ, અશાંતિ વચ્ચે કેન્દ્ર સુરક્ષાના કેટલાક પાસા પર કાર્યવાહી કરે છે. નેતાઓએ વાહન વ્યવહાર સામાન્ય કરવા અને ગડબડ કરનારાઓની ધરપકડ પર ભાર મુક્યો છે.






