જયપુરમાં એક 28 વર્ષીય યુવકે સોશ્યલ મીડિયામાં પ્રભાવ પાડવા માટે બે મોલની બહાર ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો : આ યુવક પોતાની કારના બોનેટ પર ચડી ગયો હતો અને મોલની બહાર રૂપિયા 20ના દરની નોટો હવામાં ઉડાડી હતી ‘મની હેઇસ્ટ’ વેબસીરીઝનો સીન રીક્રિએટ કરવાના ઇરાદાથી આ નોટોનો વરસાદ વરસાવ્યો હતો.
આ ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે અજય શર્મા નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી તેની સામે શાંતિ ડહોળવાનો અને મોટર વાહન ધારાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકે જોકે પોલીસને એમ કહ્યું કે હવામાં ઉડાડેલી નોટો અસલી ન હતી. પરંતુ ચિલ્ડ્રન બેંકની નોટો હતી.





