મોદી કેબિનેટે આજે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓની સબ્સિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમનાં દિવસે LPGમાં 200 રૂપિયાનાં ઘટાડાની ઘોષણા કરી હતી હવે આજે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓ માટે 200થી વધારીને 300 રૂપિયાની સબ્સિડી કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીટિંગ બાદની પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ છે. અમે રક્ષાબંધન અને ઓણમનાં પર્વે રાંધણ ગેસનાં સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે કિંમત 1100થી ઘટીને 900 રૂપિયા થઈ હતી. તે સમયે ઊજ્જવલા યોજનનાં લાભાર્થીઓને 700 રૂપિયામાં સિલિન્ડર મળતો હતો. હવે ઊજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને 300 રૂપિયાની સબ્સિડી મળશે એટલે કે ઊજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને હવેથી ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે’






