મોબાઈલ કોલ રેકોર્ડિંગને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે પતિ કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડ કે પત્નીના કોલ રેકોર્ડ કરી શકતા નથી. આ ઉપરાંત કોલ રેકોર્ડિંગને પણ કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. આ મામલે હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે, જેમાં કોલ રેકોર્ડિંગને પ્રાઈવસીનું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે. છત્તીસગઢ હાઈકોર્ટે મોબાઈલ કોલ રેકોર્ડિંગને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમજ આઈટી એક્ટની કલમ 72 હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડ ફીચર પહેલાથી જ બંધ કરવામાં આવ્યું છે. આમ કરવું એ ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન છે. જે લોકો મોબાઈલ ફોનથી કોલ રેકોર્ડ કરે છે તેઓએ સાવચેત રહેવું જોઈએ, ખાસ કરીને જો તમે તમારી પત્ની અથવા પ્રેમિકાના કોલ રેકોર્ડ કરો તો તમારે જેલ જવું પડી શકે છે. કોર્ટે કહ્યું કે પતિ કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડ કે પત્નીના કોલ રેકોર્ડ કરી શકતા નથી. આ બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. આ ઉપરાંત કોલ રેકોર્ડિંગને પણ કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ કોલ રેકોર્ડિંગ મામલે પ્રાઈવસીના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે. IT એક્ટ 2000 ની કલમ 72 હેઠળ, કોઈપણ વ્યક્તિ પરવાનગી વિના ઈલેક્ટ્રોનિક ઉપકરણ પર કોઈપણ વ્યક્તિગત વાતચીત રેકોર્ડ કરી શકતી નથી. તેને સાર્વજનિક પણ કરી શકતા નથી. આવું કરવું ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન છે.






