દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે ફટાકડાં બનાવતી કંપનીઓ પણ બે પાળીમાં ધમધોકાર કામ કરીને ફટાકડાં બનાવી રહી છે તેમાં ફટાકડાં કંપનીના બ્લાસ્ટ અને મોતની એક મોટી ઘટના સામે આવી છે. તમિલનાડુના વિરૃધનગરની ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11થી વધુ લોકોના મોત થયાં છે જ્યારે ઘણા દાઝ્યાં છે. મૃતકોમા 9 જેટલી તો મહિલાઓ હતી જેઓ ફટાકડાં બનાવી રહી હતી. મૃતકોમાં 9 મહિલાઓ પણ છે અને તથા 2 વર્કર છે, આ તમામની બળી ગયેલી લાશો બહાર કાઢવામાં આવી છે. જ્યારે દાઝેલાની સારવાર ચાલી રહી છે.