મેટાના જણાવ્યા અનુસાર, આ નવું ફીચર તે યુઝર્સ માટે મદદરૂપ સાબિત થશે જેઓ પર્સનલ અને વર્ક પ્રોફાઈલ વચ્ચે સ્વિચ કરવા માગે છે. આ સાથે, યુઝર્સને દર વખતે એકાઉન્ટ સ્વિચ કરવા માટે બે અલગ-અલગ ફોનની જરૂર નહીં પડે. હવે ચાલો જાણીએ કે આ કેવી રીતે કરવું.
એક WhatsAppમાં બે એકાઉન્ટનો ઉપયોગ
સૌ પ્રથમ, WhatsApp ખોલો અને પછી ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરો. આ પછી સેટિંગ્સ પર ટેપ કરો અને પછી એકાઉન્ટ્સ પર ટેપ કરો. ત્યાર બાદ એકાઉન્ટ એડ પર ટેપ કરો અને તમારું બીજું એકાઉન્ટ સેટ કરો. એકવાર તમારું બીજું એકાઉન્ટ સેટ થઈ ગયા પછી, તમારે એપ્લિકેશનની પર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ટેપ કરવું પડશે. પછી તમે એકાઉન્ટ પર ટેપ કરીને એકાઉન્ટ્સ વચ્ચે સ્વિચ કરી શકો છો. આ સેવા હાલમાં માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવનારા અઠવાડિયામાં યુઝર્સને નવું અપડેટ મળશે. આ સાથે Metaએ યુઝર્સને માત્ર ઓફિશિયલ એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.