ભાવનગર મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશનના કર્મચારીઓ, અધિકારીઓ માટે વન-ડે નવરાત્રી રાસોત્સવ આયોજન ગઇકાલે દશેરાના પર્વે થયું હતું. જેમાં કર્મચારીઓ, અધિકારીઓ પરંપરાગત વ†ોમાં સજ્જ થઇને મન મુકીને રાસ ગરબે ઘુમ્યા હતાં. તો મેયર સહિતના પદાધિકારીઓ, શહેરના બંને ધારાસભ્યો, સાંસદ વિગેરે મહાનુભાવોએ ઉપÂસ્થત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

મહાપાલિકાના સફાઇ કર્મચારીઓ, આંગણવાડી, આશાવર્કર તથા કર્મચારીઓ અને અધિકારીગણ માટે કમિશનર ઉપાધ્યાયની આગેવાની અને માર્ગદર્શન તળે સૌ પ્રથમ વખત શહેરના પાર્ટી પ્લોટના વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી રાસોત્સવનું આયોજન થયું હતું જેમાં કોર્પોરેશનના દરેક વિભાગના કર્મચારીઓ તેમજ કમિશનર, ડે.કમિશનર સહિત અન્ય ખાતા અધિકારીઓ પરિવારજનો સાથે ઉપÂસ્થત રહ્યા હતા અને પ્રાચિન અર્વાચિન ગરબાના તાલે રાસ ગરબે ઘુમ્યા હતાં. કમિશનર કક્ષાના અધિકારી કોર્પોરેશનના નાનામાં નાના કર્મચારી સાથે રાસગરબા રમે તેવો કદાચિત ભાવનગર મહાપાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ હતો. રાત્રે ૮.૩૦ કલાકે રાસોત્સવનો પ્રારંભ કરી ૧૨ના ટકોરા સુધી સૌ ગરબે રમ્યા હતાં. જેમાં વચ્ચે માતાજીની સમુહ આરતી પણ થઇ હતી.

આ આયોજનથી કર્મચારીઓ ખુશ ખુશાલ જણાયા હતા અને સૌ ભાવપૂર્વક રાસગરબા રમવામાં લીન બન્યા હતાં. તો મેયર ભરતભાઇ બારડ, ડે.મેયર મોનાબેન પારેખ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા, ઉષાબેન બધેકા, કિશોર ગુરૂમુખાણી સહિતના પાંચેય પદાધિકારીઓ તથા સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્યો જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ નરેશભાઇ મકવાણા, પાર્થભાઇ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, વિપક્ષના પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલ તેમજ ચૂંટાયેલા કોર્પોરેટરોની ઉપÂસ્થતિ રહી હતી. સાંસદ ભારતીબેન, ધારાસભ્ય સેજલબેન વિગેરેએ રાસગરબા પણ લીધા હતાં.






