Thursday, January 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસે ઈઝરાયલ પર કેમ કર્યો હુમલો? ભારતમાં યોજાયેલ G20 સાથે છે કનેક્શન ??

હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું આ પણ એક કારણ: જો બાઈડન

dharmendravaghela by dharmendravaghela
2023-10-26 13:18:47
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, જો બાયડને કહ્યું કે, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત તાજેતરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ છે. યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે તેમનો દેશ સાઉદી અરેબિયાને યુરોપ સાથે જોડતો રેલ-રોડ પ્રોજેક્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નેટવર્ક દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો સામનો કરવા માટે G7 સભ્ય દેશો સાથે કામ કરી રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, “મને ખાતરી છે કે આ હમાસના હુમલાનું એક કારણ હતું,” તેણે કહ્યું. મારી પાસે આનો કોઈ પુરાવો નથી, પરંતુ મારો અંતરાત્મા મને કહે છે કે, હમાસે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ તરફના તેના કાર્યને કારણે આ હુમલો કર્યો છે. અમે તે કામ છોડી શકતા નથી. મહત્વનું છે કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલામાં 1400 લોકોના મોત થયા છે. અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોના નાગરિકો પણ તેમાં સામેલ છે. આ હુમલા પછી બીજી વખત બાઈડને હમાસના હુમલાના સંભવિત કારણો પૈકી એક તરીકે ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ઉલ્લેખ કર્યો છે.
આ સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બિડેન, ઋષિ સુનક સહિત વિશ્વભરના ઘણા મોટા નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આ સમિટની બાજુમાં પીએમ મોદી-જો બાઈડન સહિત ઘણા નેતાઓએ મહત્વાકાંક્ષી ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી. યુએસ પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે પ્રેસને સંબોધતા બાઈડને કહ્યું કે, અમે તેની (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ) સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ અને અમે તેને અલગ રીતે કરી રહ્યા છીએ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ દેવાના બોજથી દબાયેલો છે અને તેના પર હસ્તાક્ષર કરનારા મોટાભાગના રાષ્ટ્રો માટે તે મુશ્કેલ બની ગયો છે. તેમણે કહ્યું કે, તેઓ તે દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે G7 દેશો સાથે કામ કરી રહ્યા છે. G7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર શું છે?
ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા અને સાઉદી અરેબિયા… આ ચાર દેશો એક મેગા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેનું નામ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એટલે કે IMEC છે. આને ઐતિહાસિક સમજૂતી કહેવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટેના એમઓયુ પર 9 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત સિવાય હસ્તાક્ષર કરનારા દેશોમાં અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, યુરોપિયન યુનિયન, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ કોરિડોરના નિર્માણ બાદ ભારત ફક્ત રેલ અને જહાજ દ્વારા યુરોપ પહોંચી શકશે. આ કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો જવાબ માનવામાં આવી રહ્યો છે. આ કોરિડોરના બે ભાગ હશે. પહેલો- ઈસ્ટર્ન કોરિડોર, જે ભારતને ગલ્ફ દેશો સાથે જોડશે. બીજો- નોર્ધન કોરિડોર, જે ગલ્ફ દેશોને યુરોપ સાથે જોડશે. રેલ્વે લાઇનની સાથે આ કોરિડોરમાં વીજળીની કેબલ, હાઇડ્રોજન પાઇપલાઇન અને હાઇ-સ્પીડ ડેટા કેબલ પણ હશે.

Tags: biden says hamas attack reasonsUSA
Previous Post

એર ઈન્ડિયાએ તેલ અવીવની ફ્લાઈટ્સ કરી રદ્દ

Next Post

મોબ લિંચિંગ પર કડક કાયદો બનાવવાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

જેએનયુમાં નારેબાજી કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાશે
તાજા સમાચાર

જેએનયુમાં નારેબાજી કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાશે

January 7, 2026
સાયબર ક્રાઈમ તપાસમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ અને ડી-ફ્રીઝ કરવા મામલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
તાજા સમાચાર

સાયબર ક્રાઈમ તપાસમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ અને ડી-ફ્રીઝ કરવા મામલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

January 7, 2026
ફિલિપાઈન્સના પૂર્વીય ભાગમાં 6.7ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઈન્સના પૂર્વીય ભાગમાં 6.7ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ

January 7, 2026
Next Post
મોબ લિંચિંગ પર કડક કાયદો બનાવવાની તૈયારી

મોબ લિંચિંગ પર કડક કાયદો બનાવવાની તૈયારી

આ તો વિમાની સેવા કે છકડા સર્વિસ ?! : ભાવનગર-મુંબઇની હવાઇ સેવા વધુ ૭ દિવસ રદ્દ કરતું સ્પાઇસ જેટ

આ તો વિમાની સેવા કે છકડા સર્વિસ ?! : ભાવનગર-મુંબઇની હવાઇ સેવા વધુ ૭ દિવસ રદ્દ કરતું સ્પાઇસ જેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.