સૌ પ્રથમ, Google નકશાના ઇમર્સિવ વ્યૂ વિશે વાત કરીએ તો, તે વપરાશકર્તાઓને વૉકિંગ, ડ્રાઇવિંગ અથવા સાઇકલ ચલાવતી વખતે પ્રિવ્યૂમાં સ્ટેપ-બાય-સ્ટેપ રૂટ જોવા માટે સક્ષમ બનાવશે. નવી સુવિધા હાલમાં એન્ડ્રોઇડ અને iOS પર એમ્સ્ટરડેમ, બાર્સેલોના, ડબલિન, ફ્લોરેન્સ, લાસ વેગાસ, લંડન, લોસ એન્જલસ, મિયામી, ન્યુ યોર્ક, પેરિસ, સાન ફ્રાન્સિસ્કો, સેન જોસ, સિએટલ, ટોક્યો અને વેનિસ જેવા શહેરોમાં રોલઆઉટ થઈ રહી છે.
હવે ગૂગલ લેન્સને ગૂગલ મેપ્સમાં પણ સપોર્ટ કરવામાં આવશે. આ ફીચરની મદદથી નકશા વાસ્તવિક સમયમાં આસપાસની વસ્તુઓને સમજવામાં મદદ કરશે. ગૂગલ લેન્સ ગૂગલ મેપ્સના સર્ચ બારમાં દેખાશે. લેન્સ આઇકોન પર ટેપ કરીને, તમે નજીકની દુકાન, રેસ્ટોરન્ટ અને એટીએમ શોધી શકશો. ઓસ્ટિન, લાસ વેગાસ, રોમ, સાઓ પાઉલો અને તાઈપેઈ સહિત 50 શહેરોમાં પહેલા Google લેન્સ રિલીઝ થશે. ગૂગલે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે ઇમર્સિવ વ્યૂ અને લેન્સનો સપોર્ટ ભારતમાં રિલીઝ થશે કે નહીં.